જામનગર : જામનગરની જીજી હોસ્પિટલમાં આજે જામનગરના જ ૪૦ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓનું પરીક્ષણ થયું છે. જેમાં તમામ નમૂનાઓ નેગેટીવ આવતા વધુ એક વખત શહેર સહિત જીલ્લાભરમાં નાગરિકોની સાથે તંત્રએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા એક મહીનાંથી શરુ થયેલ પરીક્ષણમાં સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાંથી આવેલ ૧૯૦૦ ઉપરાંત નમૂનાઓનું પરીક્ષણ થયુ છે. જેમાં માત્ર ૧૩ દર્દીઓ પોજીટીવ આવ્યા છે. જયારે ગીર સોમનાથ જીલ્લાની એક મહિલાનું પાંચમી વખત પરીક્ષણ થયુ છે. બીજી તરફ જામનગ