જામનગર-દેવભૂમિ દ્વારકા: પ્રેમ સંબંધમાં બે જીવ અકાળે અસ્ત પામ્યા

0
8060

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપઘાતના જુદા  બે બનાવો નોંધાયા છે જેમાં જામનગર નજીક ગોરધનપર ગામે પરણીત મહિલા અને દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા નજીક એક યુવાને જીવતરનો અંત આણ્યો છે. જુદા જુદા જિલ્લાના બંને બનાવ પાછળ પ્રેમ સંબંધ કારણ હોવાનું પણ સામે આવ્યું છે.

જામનગર નજીક ખંભાળિયા રોડ પર આવેલ ગોરધન પર ગામે ગ્રીનવિલા સોસાયટીમાં રહેતી સોનલબા તખતસિંહ જાડેજા નામની 37 વર્ષે પરણીતાએ નાઘેડી ગામે આવેલ લહેર તળાવમાં જંપલાવી આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે તેણીના પતિ તખતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ જાણ કરતાં પંચકોષી પોલીસે તેમના મૃતદેહનો કબજો સંભાળી, તેણીના પતિનું નિવેદન નોંધ્યું હતું. પોતાની પત્નીને અન્ય કોઈ યુવાન સાથે પ્રેમ સંબંધ હોય અને તે મોબાઇલમાં વાતચીત કરતી હોય, એક દિવસ તેના પતિએ તેણીને મોબાઇલમાં અન્ય કોઈ સાથે વાત કરતા જોઈ ગયા હતા. આ બાબતે પતિએ તેણીને ઠપકો આપ્યો હતો. જેને લઈને તેણીને લાગી આવતા અંતે તળાવમાં મોતરૂપી અંતિમ છલાંગ લગાવી હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે.

જ્યારે અન્ય એક બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથક નજીક કાકરવાડી વિસ્તારમાં નોંધાયો હતો જેમાં રણછોડભાઈ વલ્લભભાઈ નકુમના 35 વર્ષીય પુત્ર પ્રદ્યુમનભાઈ ઉર્ફે પ્રદીપભાઈ રણછોડભાઈ તારીખ 18 મીના રોજ રાતના 9:30 વાગ્યાના સોમવારે પોતાની કાકરવાડી વિસ્તારમાં આવેલ વાડીના કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. છેલ્લા બે મહિનાથી આ યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધમાં હોય અને સતત મોબાઇલમાં તેની સાથે વાતો કરતો હતો પરંતુ વાત વાત માટે ગુમસુમ રહેવા લાગ્યો હતો આ બાબતને લઈને તેને મનમાં લાગી આવતા કરી લીધો હોવાનું મૃતકના પિતાએ ભાણવડ પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું.

NO COMMENTS