જામનગર અપડેટ્સ: જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામે વૃધ્ધાને લુંટી લેવાયા બાદ બીજા દિવસે જીરાગઢ ગામે થયેલ લુંટના બનાવની વધુ એક ફરિયાદ સામે આવી છે. જયારે જામનગર શહેરની ભાગોળે સુતેલ વૃધ્ધાને પણ બે સખ્સોએ લુંટી લીધાની ઘટના વિધિવત રીતે પોલીસ દફતર સુધી પહોચી છે.
જામનગર જીલ્લામાં બે દિવસમાં લુંટની ત્રણ ઘટનાઓ સામે આવી છે. ત્રણેય ઘટનાઓમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ગઈ કાલે જોડિયા તાલુકાના બોડકા ગામે થયેલ લુંટના બનાવની ફરિયાદ નોંધાયા બાદ તાલુકાના જીરાગઢ ગામેથી થયેલ લુંટની વધુ એક ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. જેની વિગત મુજબ ગત તા.૦૮/૧૦/૨૦૨૫ ના રાત્રીના બે વાગ્યાની આસપાસ જોડિયા તાલુકા મથકથી ૨૯ કિમી દુર આવેલ જીરાગઢ ગામે રંભાબેન પરબતભાઇ ચોટલીયા ઉ.વ.૮૦ પોતાના ઘરમા સુતા હોય ત્યારે અચાનક ઘરના દરવાજાને પાટુ મારી, દરવાજો ખોલી નાખી ૨૦ થી ૨૫ વર્ષીય ઉમર ધરાવતા બે પુરુસ અને એક સ્ત્રી એમ ત્રણ અજાણ્યા સખ્સોએ ઘરમાં પ્રવેશી મહિલાને બંધક બનાવી, હાથ-પગ પકડી રાખેલ અને મોઢુ દબાવી દીધો હતો
ત્યારબાદ અજાણી મહિલાએ વૃધ્ધાએ કાનમા પહેરેલ બે સોનાની બુટી જેનો આશરે વજન ૬ ગ્રામની જેની આશરે કિમત રૂપીયા ૨૪૦૦૦ની લુંટ કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે વૃધ્ધાએ મહિલા સહીત ત્રણેય અજાણ્યા સખ્સો સામે ભારતીય ન્યાય સહીંતા ૨૦૨૩ની કલમ-૩૦૯(૬),૫૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ આર.એસ.રાજપુત સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે આવી જ રીતે બોડકા ગામે પણ મહિલાને લુંટી લેવાયા હતા. આ બનાવને અંજામ આપનાર લુટારુઓએ જ આ લુંટ ચલાવ્યાની આશંકા જતાવી પોલીસે તે દિશામાં કાર્યવાહી શરુ કરી છે. જો કે પોલીસે અમુક શકમંદ સખ્સોને કોર્ડન કરી પૂછપરછ કરી છે અને આરોપીઓ હાથ વેતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
જયારે જામનગરમાં સમાણા રોડ, લાલપુર બાયપાસ પાસે, જે.જે.જશોદાનાથ સોસાયટી-૦૨, મકાન નં.૮૧ ગત તા.૧૧/૧૦/૨૦૨૫ની રાત્રે પ્રફુલભાઇ લખમણભાઇ નરશીભાઇ ભાડજા તેના પરિવાર સાથે સુતા હતા ત્યારે બે પૈકીના એક આરોપીઓએ પોતાના હાથમા કોઇ હથીયાર ધારણ કરી, બન્ને આરોપીઓ રહેણાક મકાને રાત્રીના સમયે આવી, મકાનનો આગળઓ દરવાજો ટપી મકાનમા ગ્રુહ અપપ્રવેશ કરી પ્રફુલભાઈના માતા જે નિચેના પાર્કીંગ પાસે આવેલ રૂમમા સુતા હોય તે દરવાજો ખખડાવતા તેણીએ દરવાજો ખોલતા આ બન્ને જણાઓએ વૃદ્ધ મહિલાને ધકો મારી તેને નિચે પછાડી દઇ એક સખ્સે તેણીના જમણા પગ પર તેનો પગ રાખી, દબાવી રાખી તેણીએ પેહરેલ ડાબા કાનની સોનાની બુટી નં.૦૧ આશરે ૧૦ ગ્રામ વજનની આશરે કી.રૂ.૫૦,૦૦૦ની લુટ કરી, ગોઠણથી ઉપર પગમા ઇજા પોહચાડી પગ ભાગી નાખી તેમજ કાનની બુટીમા તથા શરીરે અન્ય મુંઢ ઇજાઓ પોહચાડી, બન્ને આરોપીઓ સોનાની બુટીની લુંટ કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે પ્રફુલભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
લુટારુઓએ સતત ત્રણ બનાવને અંજામ આપતા પોલીસની ઊંઘ ઉડી ગઈ છે. કાયદો અને વ્યસ્થાની સ્થિતિ સામે ઉઠેલ સવાલોને લઈને પોલીસ પણ સતર્ક બની આ દિશામાં તપાસ હાથ ધરી છે. જો કે જોડ્યા પંથકની બંને લુંટના આરોપીઓ પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.