સુરત: આશ્રમ શાળાના મહિલા પ્રિન્સિપાલ લાંચ લેતા પકડાયા

0
872

સુરત જિલ્લાની એક આશ્રમ શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા પાસેથી મહિલા પ્રિન્સિપાલ રૂપિયા 1270ની રકમની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં આબાદ સપડાઈ ગયા છે. પ્રિન્સિપાલ મેડમે કેવા કામ માટે ? કેટલા કેટલી રકમ માંગી ? એ જાણીને તમને ખરેખર એવુ થશે કે આવી રીતે અને આવા કામની કોઈ લાંચ લેતું હશે !!!

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અમલસાડી ગામે આવેલ નરહરિ પરીખ આશ્રમ શાળાના પ્રિન્સિપાલ ઉર્વશીબેન નટુભાઈ ચૌધરીએ શાળામાં નોકરી કરતા એક કર્મચારી પાસેથી એક માસના પગાર આકારણી કરવાના બીલ ઉપર સહી કરવાના રૂ.૫૦ લેખે ત્રણ માસના રૂ.૧૫૦ અને ધોરણ-૭ના વિદ્યાર્થીઓના વાર્ષીક પરિક્ષા આપવાના ફી પેટે એક વિદ્યાર્થી દિઠ રૂ.૮૦ ની લાંચની માંગણી કરી હતી. આ શાળામાં ધોરણ-૭ માં કુલ ૫૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી ૧૪ વિદ્યાર્થીઓની વાર્ષીક પરિક્ષા ફી આપવાની બાકી હતી. જે પૈકી ૧૪ વિદ્યાર્થીના રૂ.૧,૧૨૦ અને ત્રણ માસના પગાર બીલ આકારણીના રૂ.૧૫૦ મળી કુલ રૂ.૧૨૭૦ની લાંચની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જે ફરીયાદ આધારે સુરત ગ્રામ્ય એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું, જેમાં આશ્રમ શાળાની ઓફિસમાં ફરિયાદી પાસેથી આરોપી લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૧,૨૭૦ માંગી સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયા હતા. એસીબી પીઆઇ આર.કે.સોલંકી સહિતના સ્ટાફે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS