છ દિવસ જીએસટી સર્ચ ઓપરેશન: આ રહી ઇતિથી અંત સુધીની તમામ વિગતો

0
1835

જામનગર અપડેટ્સ : છેલ્લા સાત દિવસથી જામનગરમાં રાજ્યભરની જીએસટી એન્ફોર્સમેન્ટની ટીમો દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. છ દિવસ સુધી લગાતાર ૨૧ પેઢીઓ પર ચાલેલ ઓપરેશન દરમિયાન ૪૦૦ કરોડ રૂપિયાના બેનામી આર્થિક વ્યવહારો સામે આવ્યા છે. આ જ આર્થિક વ્યવહારોની આડમાં ૭૦ કરોડથી વધુનું ઈનપુટ ટેક્સ ક્રેડીટ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર રેકેટના કેન્દ્રમાં સીએ અલ્કેશ પેઢડીયા હોવાનું સામે આવ્યું છે પેઢીઓની જાણ બહાર એકાઉન્ટ સંભાળતા સીએ પેઢડીયાએ અન્ય પેઢીઓ સાથે મોટા મોટા પણ તદ્દન ખોટા ખોટા વ્યાપર કર્યાનું દર્સાવી મોટા મોટા બીલ દર્શાવી આઈટીસી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એક પેઢી ધારકે સીએ સામે વિધિવત પોલીસ ફરીયાદ દાખલ કરી છે. કઈ કઈ પેઢીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ? શું મળ્યું પેઢીઓ પરથી ? કેવી રીતે અલ્કેશ કૌભાંડનો માસ્તર માઈન્ડ બન્યો ? જાણીએ સમગ્ર વિગતો

કેમ હાથ ધરવામાં આવ્યું મેગા સર્ચ ઓપરેશન ?

જામનગર શહેરમાં છેલ્લા છ દિવસથી જીએસટી વિભાગની જુદી જુદી એન્ફોર્સમેન્ટ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મેટલ, બાંધકામ, સરકારી કોન્ટ્રકટ અને ઓટો સ્પેર પાર્ટ તેમજ મોટી મોટી મશીનરીઓ હાયર કરતી ૨૧ પેઢીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બોગસ બિલીંગ દ્વારા કરોડો રૂપિયાનું ઈનપુટ ટેક્સ ક્રેડીટ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની સ્થાનિક જીએસટી કચેરીના રીપોર્ટના આધારે એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા હથિયારધારી એસઆરપીના જવાનોને સાથે રાખી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

કેન્દ્ર સ્થાને સીએ અલ્કેશ પેઢડીયાનું ફર્મ

હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ બ્રહ્મ (BRAHM) એન્ડ એસોસિયેટ નામના સીએ ફર્મને કેન્દ્ર સ્થાને રાખી જીએસટી વિભાગની એન્ફોર્સમેંટ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સીએ અલ્કેશ પેઢડીયાના સીએ ફર્મની સાથે તેના ઘર પર પણ એક ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર ડીવીજનની ૨૧ ટીમોએ એક સાથે કરેલ કાર્યવાહી એક બે નહિ પણ સતત છ દિવસ ચાલી હતી.

કઈ અને કોની પેઢી પર કરાયું સર્ચ ઓપરેશન

ગત તા. બીજી ઓક્ટોબરના રોજ સવારથી જામનગરમાં જીએસટી વિભાગ દ્વારા સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ સીએ અલ્કેશ પેઢડીયાની BRAHM  સીએ ફર્મ ઉપરાંત તેના જ ઇન કોર્પોરેશન અને ઈલ્યોર ફર્મ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જુનાગઢની એક ટીમ દ્વારા અલ્કેશના ઘરે પણ પોલીસને સાથે રાખી કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. જો કે જીએસટી વિભાગ કાર્યવાહી શરુ કરે તે પૂર્વે અલ્કેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સીએ ફર્મની સાથે સાથે અન્ય ટીમો શહેરના જુદા જુદા વીસ્તારમાં આવેલ એકમો જેમાં મિતરાજ એન્ટરપ્રાઇઝ -રામદેવસિંહ ગોહિલ, ૩) ૐ એન્ટરપ્રાઇઝ-ગિરીશ ગોજીયા, ૪) શ્રુતિ એન્ટરપ્રાઇઝ – સંજય સિતારા , ૫) એસ એન્ડ જેપી – શૈલેન્દ્રસિંહ વાઢેર , ૬) ધરતી એન્ટરપ્રાઇઝ – પ્રદિપસિંહ લાલુભા જાડેજા, ૭) યુક્તિ એન્ટરપ્રાઇઝ – દિવ્યેશ ચાવડા, ૮) આફરીન એન્ટરપ્રાઇઝ – મોહસિન જુનેજા, ૯) એડી કોર્પોરેશન – અનિલ પેઢડીયા, ૧૦) એસ એન્ડ જી ઇન્ફ્રા અને  ટેકનિકા મેટલ ક્રાફ્ટ  – આશિષ સોજીત્રા સહિતના ફર્મ પર કાર્યવાહીનો ધમધમાટ શરુ કરાયો હતો.

શું શું કબજે કરવામાં આવ્યું ફર્મ પરથી

આ તમામ ફર્મ પર જીએસટી વિભાગની ટીમ દ્વારા છેલ્લા ચાર-પાંચ વર્ષના જીએસટી આઈટી રીટર્ન અને આર્થિક વ્યવહારો સબંધિત તમામ ડોક્યુમેન્ટ, પેઢીઓના અસલ દસ્તાવેજોની ખરાઈ, પેઢી ધારકની ઓળખથી માંડી જ્યાં જ્યાં વર્ક કરેલ છે તે સંબંધિત તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બેંક એકાઉન્ટની તમામ વિગતો પણ મેળવી લેવામાં આવી હતી. છેલ્લા વર્ષોમાં પેઢી ધારકો દ્વારા કરવામાં આવેલ કામ અને તેની સામેની લગત પેઢીઓનો પણ ડેટા મેળવામાં આવ્યો હતો.

તમામ પેઢીઓના આર્થિક વ્યવહારોમાં અલ્કેશ સુધી પહોચ્યા

મેટલ, બાંધકામ, સરકારી કોન્ટ્રાકટ સહિતની પેઢીઓ પર એક સાથે કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન પેઢી ધારકોની વ્યવસ્થિત પૂછપરછ કરવામાં આવી, મોટા મોટા અને સંદિગ્ધ આર્થિક વ્યવહારોની તપાસમાં તમામ પેઢીઓના તાર સીએ અલ્કેશ પેઢડીયા સુધી પહોચ્તા હોવાનું સામે આવ્યું હતું. જેમાં પેઢી ધારકોની જાણ બહાર જ સીએ અલ્કેશએ અન્ય પેઢીઓ સાથે મોટા મોટા આર્થિક વ્યવહારો થયા અંગેના જીએસટી ઇન્કમ ટેક્સ ફાઈલ કરી દઈ સામેની પેઢીને કરોડો રૂપિયાનું ઈનપુટ ટેક્સ ક્રેડીટ અપાવી દીધું હોવાનું સામે આવ્યું હતું.

સીએ અલ્કેશ પટેલની પત્નીનું  નિવેદન લેવાયું, ધરપકડ કેમ ટાળવામાં આવી ?

જીએસટી વિભાગની ટીમો દ્વારા સીએ અલ્કેશ પેઢડીયાના સીએ ફર્મ ઉપરાંત તેના જ ઇન કોર્પોરેશન અને એલ્યોર ફર્મ ઉપરાંત તેના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે આ તમામ જગ્યાએ અલ્કેશની ગેર હાજરી જોવા મળી હતી. અલ્કેશના ઘરે જુનાગઢ જીએસટીના મહિલા અધિકારી સહિતની ટીમ પોલીસને સાથે રાખી દોડી ગઈ હતી. સતત પાંચ દિવસ સુધી આ ટીમ તેના ઘરે રહી તેની પત્નીના નિવેદન પણ નોંધ્યા હતા. એક સમયે જીએસટી વિભાગ દ્વારા અલ્કેશની પત્ની શ્રુતિબેનની ધરપકડ કરવા સુધીની તૈયારી કરી લીધી હતી. પરંતુ તેણીને દસ માસની બાળકી હોવાથી આ ધરપકડ ટાળવામાં આવી હોવાનું જીએસટી સુત્રો માંથી જાણવા મળ્યું છે.

પેઢીઓના ૪૦૦ કરોડ રૂપિયાના સંકાસ્પદ વ્યવહારો

જીએસટીની તપાસ દરમિયાન શહેરના તમામ એકમોના છેલ્લા પાંચેક વર્ષના મોટા મોટા અને સંદિગ્ધ આર્થિક વ્યવહારો અંગે તપાસ કરાઈ હતી. જેમાં તમામ પેઢીઓના મળીને કુલ ૪૦૦ કરોડના બોગસ આર્થિક વ્યવહારો સામે આવ્યા હતા. જે કે એકમોના માલિકોએ આ વ્યવહારો પોતાની જાણ બહાર જ કરાયા હોવાનું કહેવામાં આવ્યું હતું. જીએસટી દ્વારા વેપારીઓને મોટા મોટા આર્થિક વ્યવહારો પેટે ૭૦ કરોડ ઉપરાંતના સરકારી ઈનપુટ ટેક્સ ક્રેડીટ ઉધારી લેવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. જેને લઈને પેઢીધારકોએ વિરોધ દર્સાવ્યો હતો અને એન્ફોર્સમેન્ટ ટીમો સાથે જીએસટી કચેરીએ પહોચ્યા હતા.

સીએ અલ્કેશ સામે વિશ્વાસઘાતની ફરિયાદ

લાલ બંગલા સ્થિત કચેરીએ પેઢી ધારકોનો જમાવળો થતા અધિકારીઓ પણ થોડા અકળાયા હતા. હવે શું કરવું ? સહિતના પ્રશ્ને ઉપલી કચેરીનો સંપર્ક કર્યો હતો. પેઢી ધારકો અને અધિકારીઓ વચ્ચે અડધો દિવસ ચાલેલ મૌખિક બાકાજીકી બાદ મામલો પોલીસને હવાલે કરી દેવાયો હતો. જીએસટી વિભાગના અધિકારીઓ અને પેઢી ધારકો એલસીબી કચેરીએ પહોચ્યા હતા. જ્યાં આ સમગ્ર રેકેટના કેન્દ્રમાં રહેલ સીએ અલ્કેશ પેઢડીયા સામે એફઆરઆઈ કરવાનો નિર્ણય લેવાયો હતો. મૂળ લાખાણી ગામના પ્રદીપસિંહ જાડેજા (ધરતી એન્ટરપ્રાઈઝ)એ સીએ અલ્કેશ સામે સીટી સી ડીવીજનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સીએ અલ્કેશ પેઢડીયાએ પ્રદીપસિંહની જાણ બહાર પેઢીનુ એકાઉન્ટ લખનાર ચાર્ટર એકાઉન્ટન્ટ અલ્કેશભાઇ પેઢડીયાનાઓ તેમની પેઢીના GST રીટર્નમાં વેચાણના ગ્રાહકોના બીલની જગ્યાએ અન્ય GST  ધારક વેપારીઓના મોટી રકમના ખોટા બીલો દર્શાવી ધરતી એન્ટરપ્રાઈઝ પેઢીના નામે GST પોર્ટલ ઉપર ભરવાપાત્ર રીટર્નમાં ખોટા બીલો બતાવી રૂપીયા ૨,૯૩,૮૩,૩૩૨ ની વેરા શાખ (ઈનપુટ ટેક્સ ક્રેડીટ) જાણ બહાર અન્ય વેપારીઓને આપી ગુનાહિત વિશ્વાસધાત કર્યા હોવાના આરોપ લાગાવ્યા છે.  

હવે શું થશે કાર્યવાહી ? સીએ આગોતરા લેવા કોર્ટ જશે ?

છ દિવસની તપાસના કેન્દ્ર સ્થાને રહેલ અલ્કેસ પેઢડીયા જીએસટી વિભાગની પહોચથી બહાર રહ્યો હતો. આઈટીસી કૌભાડના સમગ્ર તાર આ સીએ પેઢી સુધી જોડાયેલ હોવાથી અંતે જીએસટી વિભાગ દ્વારા અલ્કેશની પેઢીના દરવાજે જુદી જુદી ૧૩ નોટીસ અને સમન્સ ચિપકાવી સંતોષ માનવો પડ્યો હતો. જીએસટીની કાર્યવાહી બાદ પોલીસ ફરિયાદ થવાથી હવે સીએ પેઢડીયા આગોતરા જામીનની અરજી કરી એવી માહિતી સુત્રો માંથી મળી છે આગોતરા મળ્યા બાદ પોલીસમાં હાજર થશે અથવા આગોતરા ન મળે તો પણ પોલીસમાં હાજર થઇ જશે એવી પણ વિગતો સામે આવી છે.

આજે પેઢીઓ-એકમો સીલ કરવાની કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ વિભાગની જુદી જુદી પેઢીઓ પર સતત છ દિવસ સુધી કાર્યવાહી કરી જે તે વેપારીઓને નોટીસ સમન્સ પાઠવ્યા છે. જો કે વેપારીઓએ પોતાના સીએ અલ્કેશ પેઢડીયાએ પોતાની જાણ બહાર પેઢીઓના એકાઉન્ટ હેન્ડલ કરી બેનામી વ્ય્વાહોરો કર્યા હોવાના નિવેદન આપ્યા છે. છતાં પણ પેઢીઓના એકાઉન્ટમાંથી જ આર્થીક વ્યવહારો થયા હોવાથી જીએસટીની ટીમો આજે જે તે એકમોનો ઓફીસ અને સંસ્થાનો સીજ કરવાની કાર્યવાહી કરશે એમ જીએસટી સુત્રોમાંથી વિગતો સામે આવી છે.

NO COMMENTS