મીઠાપુર: મોગલધામ જવાનો રસ્તો બતાવવા આગળ ચાલતી મહિલાને પાપીએ લુંટી લીધી

0
794

જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓખા મંડળમાં આવેલ માં મોગલના પ્રાગટ્ય સ્થળના દર્શને દોરી જતી મહિલા પર પાછળ આવતા પાપી ભાવિકે હુમલો કરી, કાન કાપી કાનમાં પહેરેલા દાગીનાની લુંટ ચલાવી છે. આ ઘટનાના પગલે લોહી લુહાણ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે. જયારે લુંટ ચલાવી નાશી ગયેલ સખ્સ સુધી પહોચવા પોલીસે તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે આઈ માતા મોગલનું પ્રાકટ્ય સ્થળ આવેલ છે. આઈમાં અનેરી શ્રધ્ધા ધરાવતા અનેક ભાવિકો દરરોજ અહી આવી માતાના ચરણોમાં શીશ જુકાવી ધન્યતા અનુભવે છે. ગઈ કાલે સવારે સાડાનવ થી પોણા દસ વાગ્યેના સમયે જુના ભીમરાણા ગામેં સરકારી અનાજની  દુકાન પાસે રહેતા સોમીબેન  આશાભાઇ રુપાભાઇ શીરૂકા સેન્ટ મેરી સ્કુલથી પોતાના ઘરે ભીમરાણા જતા હતા, પડતર જમીનમા આવેલ પગદંડી વાળા  રસ્તે તેણીની ચાલીને જતા હતા તે દરમ્યાન આશરે-પંચીસ થી ત્રીસેક વર્ષની ઉમર ધરાવતો અજાણ્યો સખ્સ તેણીની પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે ‘મોગલધામ જાવાનો રસ્તો ક્યો છે’  તેમ પુછતા મહિલાએ રસ્તો  બતાવી, પોતાની પાછળ પાછળ આવવા કહ્યું હતું.  આરોપી તેણીની  પાછળ-પાછળ ચાલવા લાગ્યો હતો. દરમિયાન  રસ્તામા બાવળની ઝાડી પાસે પાછળ આવતા આ સખ્સે  પાછળથી ધક્કો મારી તેણીને જમીન ઉપર પછાડી દીધા હતા. ત્યારબાદ આરોપી મહિલાની  પીઠ ઉપર ચડી જઇ, પોતાના હાથમા રહેલ કાતર જેવા તીક્ષ્ણ હથીયાર વડે તેણીના બંને કાન કાપી કાનમા પહેરેલ સોનાના કોળીયા નંગ-૦૨ વજન આશરે અધડો તોલુ કી.રૂ આશરે ૨૦,૦૦૦ તથા સોનાની કડી નંગ-૦૪ કી.રૂ આશરે ૪૦૦૦ તથા ખોટી ધાતુના કબુકલા નંગ-૦૨ કી.રૂ આશરી ૧૦૦ એમ કુલ મળી રૂપીયા ૨૪,૧૦૦ની મતાની લુટ કરી નાશી ગયો હતો. કાન કપાઈ જતા તેણીનીએ રાડારાડી કરી હતી. જે સાંભળી અહીથી પસાર થતા નાગરિકોએ  તેણીને હોસ્પિટલ ખસેડી હતી. આ બનાવે દ્વારકા જીલ્લામાં ભારે ચકચાર જગાવી છે.

NO COMMENTS