ખંભાલીયા: પરેશ ચાવડા સામે બળાત્કારની ફરિયાદ, વળતો પ્રહાર કે વાસ્તવિકતા?

0
1192

ખંભાલીયા ખાતે રહેતી એક મહિલાએ પરેશ ચાવડા નામના યુવાન સામે balatkar સબંધિત ફરિયાદ નોંધાવી છે. હોટેલ વાસુદેવમાં દસ દિવસ સુધી આ સખ્સે તેણી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું જાહેર થયું છે. બીજી તરફ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આરોપી પરેશને તાજેતરમાં થયેલ માથાકૂટ બાદ સામે પક્ષ તરફથી વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. રાજકીય ઓથ તળે પરેશ પર બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે એવી ચર્ચાઓ વચ્ચે હાલ માહોલ ગરમાયો છે. જો કે પોલીસ તપાસમાં વાસ્તવિકતા સામે આવશે પરંતુ હાલ આ મુદ્દો બહુ ચર્ચિત બન્યો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે રહેતી એક ૩૦ વર્ષીય મહિલા બે દિવસ પૂર્વે પોલીસ દફતર પહોચી હતી અને પોતાની વાત પોલીસ સમક્ષ રાખી હતી. જેમાં યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા પરેશ ચાવડા નામના સખ્સે તેણીને લગ્નની લાલચ આપી તા. ૧૫/૦૧/૨૦૨૩ થી તા.૨૫/૦૩/૨૦૨૩ દરમ્યાન જામનગર હાઇવે રોડ પર આવેલ વાસુદેવ હોટેલમાં લઇ જઈ તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેને લઈને પોલીસે આરોપી પરેશ ચાવડા સામે આઈપીસ કલમ-૩૭૬(૨)(એન),૫૦૪,૫૦૬(૨) મુજબ ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદમાં તેણીએ કરેલ આરોપ મુજબ, આરોપીએ તેણીની સાથે મિત્રતા કેળવી, લગ્ન કરવાની લાલચ આપી, અવાર-નવાર શરીર સબંધ બાંધી (બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપીએ તેણીની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેને લઈને તેણીએ આરોપીને પોલીસ ફરીયાદ કરવાનુ કહેતા આરોપીએ તેણીને ભુંડી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈને ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. એક એવી ચર્ચા ચાલી રહી છે કે આરોપી અને તેણીની વચ્ચે સબંધો હતા જ પરંતુ આરોપી સામે ગંભીર ગુનો દાખલ કરવા તેણીને એક જૂથ દ્વારા ઉભી કરવામાં આવી છે.તાજેતરમાં આરોપી પરેશને માથાકૂટ થઇ હતી. આ માથાકૂટ બાદ વળતા પ્રહાર રૂપે આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ચર્ચામાં કેટલું સત્ય છે તે સમય જ કહેશે પણ હાલ બળાત્કાર પ્રકરણ બહુ ચર્ચાનો વિષય બન્યો છે.

NO COMMENTS