કાલાવડ તાલુકાના નવા ગામમાં રહેતા જમીનદારે પોતાની જમીનમાં ઉભા કરાયેલ મોબાઈલ ટાવરની ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે. જમીનદારે અન્ય એક્સ શખ્સની મદદથી મોબાઈલ ટાવર ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને શખ્સોના કબજામાંથી સવા લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કાલાવડ તાલુકાના નવા ગામે વર્ષ 2007માં જીટીએલ લિમિટેડ કંપની એ રણછોડભાઈ મોટાભાઈ અકબરી ના પ્લોટ માં દસ વર્ષની મુદતે ભાડા કરાર કરી મોબાઈલ ટાવર ઉભો કર્યો હતો દર મહિને રૂપિયા 4200 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. 50 મીટરની ઊંચાઈ ધરાવતા લોખંડના આ ટાવર ફરતે ફેન્સીંગ બાંધી લોખંડના સળિયા વાળો ગેટ પણ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2018 સુધી કાર્યરત આ ટાવર બાદમાં બંધ થઈ ગયો હતો નેટવર્ક સિસ્ટમ બંધ થઈ જતા હાલ આ ટાવર કાર્યરત ન હતો. કોરોના બાદ જુન 2022 માં કંપનીનું સર્વિસ કામ સંભાળતા મહેશભાઈ જીવાભાઇ કારેલાએ વિઝીટ કરતા આ ટાવર ગુમ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. આખેઆખો મોબાઇલનો ટાવર ચોરી થઈ ગયાની જાણ મહેશભાઈએ કંપની સમક્ષ કરી હતી. રૂપિયા પાંચ લાખ વીસ હજાર ની કિંમતના લોખંડના ટાવર તેમજ ગેટ અને ફેન્સીંગ સહિતનો રૂપિયા પાંચ લાખ 25 હજારનો ટાવર ચોરી થઈ જવા સંબંધીત કંપનીના ઓફિસર મહંમદ આરીફ લિયાકત અલી સિપાઈએ અજાણ્યા શખ્સો સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ટાવરની ચોરી જેની જમીનમાં ટાવર ઉભો કરાયો તે જમીનદાર રણછોડભાઈ ભુટાભાઈ અકબરીએ કાલાવડના શાકભાજીનો ધંધો કરતા અન્ય એક શખ્સ સાથે મળીને ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કાલાવડ તાલુકા પોલીસે જમીન માલિક રણછોડભાઈ અને રિઝવાન અરૂણભાઇ ધારીવાલા નામના બંને સક્ષોની ધરપકડ કરી હતી પોલીસે આ બંને શખ્સોના કબજા માંથી સવા લાખ ઉપરાંત કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે જીટીએલ લિમિટેડ કંપની અન્ય મોબાઈલ કંપનીઓને પોતાનો ટાવર આપી મોબાઇલ નેટવર્ક પૂરું પાડે છે આ એક અંતર માળખાકીય કંપની છે જે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ અલગ અલગ કંપનીઓના નેટવર્ક પૂરું પાડે છે આ જ કંપનીના રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં આશરે 400 જેટલા ટાવરો લાગેલા છે