કાલાવડ: માતાના અવસાન બાદ ગુમસુમ રહેતી પુત્રીએ પણ અનંતની વાટ પકડી

0
694

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે એક યુવતીએ લીમડાના ઝાડ સાથે ધુળુ બાધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.માતાના અવસાન બાદ સતત ગુમસૂન રહેતી અને માતાના અવસાન બાદ માનસિક અસ્થિર થઈ જતા અને મનમાં લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

માતા વિના સુનો સંસાર એ પંક્તિ વધુ એક વખત પસાર થઈ છે કાલાવડ તાલુકાના ગામે લાલજીભાઈ ટપુભાઈ મારવિયાની ખેતીની જમીન પાસે આવેલ પાણીના વોકડામાં લીમડાના ઝાડ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી બાલાભાઈ વિજયભઈ માલવિયાની 27 વર્ષીય પુત્રી નાથીબેને ગઈ કાલે સવારના 5:00 વાગ્યા થી બપોરના 3:30 વાગ્યા સુધીના ગાળા દરમિયાન ગળાફસો ખાઈ લે જીવતરનો અંધાણ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા બાલાભાઈ એ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબજો સંભાળી બાલાભાઈનું નિવેદન નોંધ્યું હતું.

સાત વર્ષ પૂર્વે મૃતક નાથીબેનના માતા લખુબેનનું અવસાન થયું હતું. માતાના અવસાનથી તેણીને મનમાં શોક લાગ્યો હતો ત્યારબાદ તે માનસિક અસ્થિર થઈ ગઈ હતી જેથી મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

NO COMMENTS