જામનગર: ચાલકને આંચકી આવતા રસ્તા પર પાર્ક કરી દેવાયેલ બાઈકની ચોરી

0
1204

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક લઇ પસાર થતા એક આસામીને એકાએક આંચકી ઉપડતા તેઓએ બાઈક ત્યાં પાર્ક કરી દીધું હતું. આ પાર્ક કરવામાં આવેલ બાઈકને કોઈ સખ્સો ચોરી કરી લઇ ગયા છે. કોઈ તસ્કરે બાઈક ચાલકની મજબૂરીનો લાભ ઉઠાવી બાઈકની ઉઠાંતરી કરી હોવાની પોલીસે આશંકા જતાવી તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ગીતાલોજ થી વેલનગર તરફ જતા રસ્તા સ્વામીનારાયણ નગર સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટની બાજુમા રહેતા તેજપાલભાઇ ગોપાલભાઇ માતંગ ઉ.વ.૩૫ ગઈ કાલે પોતાનું મોટર સાયકલ લઈને જુના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ ગીતા લોજ થી વેલનગર તરફના રસ્તેથી પસાર થતા હતા ત્યારે તેઓને એકાએક આંચકી આવી હતી. જેને લઈને તેઓ તાત્કાલિક પોતાની બાઈક થંભાવી દીધી હતી અને સાઇડમાં પાર્ક કરી દીધી હતી. ત્યારબાદ તેઓએ સારવાર લઇ પોતાના ઘરે ગયા હતા. દરમિયાન જે સ્થળે બાઈક પાર્ક કર્યું હતું તે સ્થળેથી કોઈ તસ્કર બાઈકને હંકારી ગયો હતો. આ બનાવ બાબતે આરોપી સામે તેજપાલભાઈએ ફરિયાદ નોંધાવતા બી ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે. એકાએક મેડીકલ ઈમરજન્સી આવતા યુવાને છોડી દીધેલ બાઈક કોઈ તસ્કર ચોરી કરી ગયો હતો. પોલીસે કોઈ જાણીતા તસ્કરે બાઈક ઉઠાવ્યું હોવાની આશંકા જતાવી તપાસ હાથ ધરી છે.

NO COMMENTS