જામનગર: યસ મોબાઈલનો કારીગર જ ચોર નીકળ્યો , જો કે દુકાનદાર પણ…

0
530

જામનગર અપડેટ્સ: જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂપિયા ૯ લાખ ૧૦ હજારની કિંમતના ૧૫ નંગ મોબાઈલ ફોન જુદા જુદા સમયે વેપારીની નજર ચૂકવી ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાયા બાદ સીટી બી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં તેજ દુકાનમાં કામ કરનાર એકાઉન્ટ ને ચોરાઉ મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો છે. પોલીસે લાખોની કીમતના સાત મોબાઈલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સ માં યસ મોબાઈલ નામ નો મોબાઇલ નો શોરૂમ ધરાવતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખોડુભાઈ ગોહિલ, કે જેઓએ પોતાના શોરૂમમાંથી ગત તા ૫.૦૭.૨૦૨૫ થી તા ૧૭.૧૧.૨૦૨૫ ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે રૂપિયા નવ લાખ દસ હજારની કિંમતના ૧૫ નંગ મોબાઈલ ફોન ચોરી થઈ ગયા નું સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું હતું.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત સમયગાળા દરમિયાન પોતાની દુકાનમાંથી ૧૫ નંગ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું અને પોતાના શો રૂમમાં જ એકાઉન્ટન્ટ તરીકેનું કામ સંભાળતો કિશન ચેતનભાઇ બાવરીયા નામનો શખ્સ મોબાઇલ ફોનની ચોરી કરી લઈ ગયો હોવાનું જાહેર કર્યું હતું. જેના આધારે સીટી બી. ડિવિઝન પોલીસ ની ટુકડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતી,તેમજ સીસીટીવી કેમેરા ની પણ મદદ લેવાઈ હતી.
દરમિયાન દુકાનમાં જ કામ કરતા એકાઉન્ટન્ટ કિશન ચેતનભાઇ બાબરીયા ને ઝડપી લીધો છે. અને તેની પાસેથી ચોરાઉ મોબાઇલ ફોન કબજે કરી લીધા છે જેની વધુ પૂછપરછ ચલાવાઈ રહી છે. બીજી તરફ જે આસામીનો સો રૂમ છે એ આસામી પણ ભૂતકાળમાં મોબાઈલ ધંધામાં ગોલમાલ બાબતે પોલીસ દફતરે હાજરી નોંધાવી ચુક્યા છે.

NO COMMENTS