જામનગર: શહેરને પ્રથમ વખત મળશે નવી ઈંગ્લીસ મીડીયમ સ્કુલ

0
3970

જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીશ કટારીયા દ્વારા આજે આગામી વર્ષનું અંદાજ પત્ર જનરલ બોર્ડમાં સવિસ્તાર પઠન કરવામાં આવ્યું હતું. રૂપિયા ૨૭૨ કરોડની ઉઘડતી પુરાંત સામે રૂપિયા ૯૭૫ કરોડની આવકની અંદાજ લગાવવામાં આવ્યો છે. ૧૬૮ કરોડની બંધ પુરાંત સાથે આગામી વર્ષ દરમિયાન ૧૦૮૦ કરોડના ખર્ચનો અંદાજ રજુ કરવામાં આવ્યો છે. આ વર્ષે મિલકત, પાણી સહિતના વેરાઓમાં ન્યુનતમ વધારો કરવામાં આવ્યો છે. જેનો વિરોધ પક્ષ દ્વારા જોરશોરથી વિરોધ પણ કરાયો હતો.

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક આજે ટાઉન હોલ ખાતે મળી હતી. બજેટ લક્ષી આ બજેટમાં ચેરમેન દ્વારા સવિસ્તાર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા અંદાજ પત્રના તૈયાર કરાયેલ ડ્રાફ્ટમાં સુધારા વધારા સાથેનું બજેટ ચેરમેન દ્વારા બોર્ડ સમક્ષ મુકવામાં આવ્યું, આ વખતે બજેટમાં ક્ષેત્રફળ આધારિત પ્રોપર્ટી ટેક્સ મિલકત વેરાના દરો, ઉપરાંત વોટર વર્કસ, એસ્ટેટ શાખા, સોલીડ વેસ્ટ શાખા, ભૂગર્ભ ગટર શાખા,ફાયર અને ઈમરજન્સી શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, આરોગ્ય શાખા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા, સિવિલ શાખા, વેન્ડર અને કોન્ટ્રાકટર નોંધણી તથા રીન્યુઅલ ફી કર દર અને ચાર્જીસ યથાવત રાખ્યા છે. જયારે ક્ષેત્રફળ (કાર્પેટ એરિયા) આધારિત પ્રોપર્ટી ટેકસ, વ્હીકલ ટેક્સ, ઉપરાંત ઉપરોક્ત શાખાઓમાં જુદા જુદા દર- ચાર્જીસ જે કમિશ્નર દ્વારા સૂચવવામાં આવ્યા તે મુજબ ભલામણ કરવામાં આવી છે.બજેટમાં મહાનગરપાલિકાની દરેક શાખાઓ અંગે ચેરમેને વિસ્તાર ચર્ચા કરતા કહ્યું હતું,

વસુલ લેવા ભલામણ

બાકી લ્હેણાઓ અંગે વ્યાજ માફી યોજના :૨૦૦૬ટેકસની બાકી રોકાતી ૨કમો પહેલા રેન્ટબેઇઝ મુજબના વેરા તેમજ ર00૬ પછીના ક્ષેત્રફળ આધારીત પ્રોપર્ટીએકી સાથે ભરપાઇ કરી આપે તેવા આસામીઓને ૧૦૦% વ્યાજ માફી તેમજ વોટર ચાર્જની બાકી રોકાતી તમામ રકમ ઉપર ૧૦૪ વ્યાજ માફી, વ્યવસાય વેરાની બાકી રોકાની તમામ ૨મ ઉપર ૧૦% વ્યાજ માફી તા. ૧૫-૦૨-૨૦૧૩ થી તા. ૩૧-૦૩-૨૦૨૩ સુધી જનરલ બોર્ડ મંજુરીની અપેક્ષાએ ચાલુ કરવામાં આવેલ છે. દરેક સભ્યશ્રીઓને વિનંતી. તેઓના વોર્ડના બાડી રહેતા શા અંગે તેઓના વોર્ડના નાગરીકોને આ યોજનાની વિસ્તૃત જાણકારી આપે જેથી વ્યાજ માફી યોજનાનો લાભ સબંધીત નાગરીકો લઇ શકે.

ગેરકાયદેસર નળ કનેક્શન રેગ્યુલાઇઝ કરવા અંગે :

આગામી વર્ષમાં એપ્રિલ અને બે મહિનામાં ગેર કાયદેસર નળ કનેક્શન રેગ્યુલાઇઝ કરાવનારને કોઇપણ જાતની દંડ કે પેનલ્ટી વિના રેગ્યુલાઈઝ કરી આપ્વામાં આવશે. તેમજ જુન અને જુલાઈ મહિનામાં રૂા. ૫૧- રેગ્યુલાઇઝ ચાર્જ લઇ તેમજ ઓગષ્ટથી માર્ચ ૨૦૨૪ સુધી ડ્રા, ૩૮૦૦ સરકારના ગેઝેટ મુજબ વસુલી લઇ રેગ્યુલાઇઝ કરી આપવામાં આવશે. આગામી વર્ષમાં પાણી પુરવઠાના કામો અન્વયે રણજીતસાગર જાનીંગ એન્ડ અપગ્રેડેશનનું કામ, ઉંડ-૧ ડેમી પંપ હાઉસ ફીલ્ટર પ્લાન્ટ સુધી ૪૫ ડે.મી. પાઇપ લાઇનનું કામ, વર્ષો જુની પાઈપ લાઈન રીપ્લેશ કરવાના કામો, ફ્લો મીટર લગાવવાના કાર્યો તેમજ ખંભાળીયા બાયપાસ પાસે નવા. મળેલા વિસ્તારો માટે સમ્પ, ઇ.એસ.આર., પંપ હાઉસ, મશીનરી તેમજ પાઇપ લાઇનના કાર્મોનું આયોજન કરવામાં આવેલ છે. અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજના કામો અન્વયે અલગ અલગ ત્રણ ઝોનમાં સીયર ક્લેક્શન પાઈપ લાઇનના કાર્યો, ચાર નવા પમ્પીંગ સ્ટેશન તેમજ આનુસંગીક કાર્યવાહી, રીયુઝ ઓફ પેસ્ટ વોટરના મોનો સમાવેશ કરવામાં આવેલ છે.

રસ્તાના કામો અન્વયે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સડક યોજના, લોકભાગીદારી, નાણાંપંચ તથા આઉટ ગ્રોય એરીયાના ડામોનો સમાવેશ થાય છે. હું આંતરમાળખાકીય સુવિધાના કામો અન્વયે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પોથ વોટર હાર્વેસ્ટીંગના કામો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્ટ્રેન્કીંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીના કામો, નવા આરોગ્ય કેન્દ્ર અને એ એનીમલ સેન્ટરના કાર્મોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત નવા ફાયર સ્ટેશન, સ્પોર્ટસ કોમ્પલેટ તેમજ નવા બનતા આવાસોમાં ટોપ ફ્લોર ઉપર લાયબ્રેરી, મલ્ટીપપર્ઝ હોલ, પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક લાઇટ ચાના ઇક અલગ અલગ જગ્યાએ સેન્ટ્રલ લાઇટીંગ વર્કના કામો, ટી.પી.ડી.પી. શાખા હસ્તક  ી.પી.સ્કીમના કાર્યો, નવા સીવીક સેન્ટર, પર્યાવરણ અન્વયે ઓકસીજન પાર્ક, ઇકોલોજી પાર્ક, ધનિષ્ઠ વનીકરણ (હર ઘર એક વૃક્ષ), સ્વચ્છ જામનગર અન્વયે સેનેટરી લેન્ડ ફીલ સાઇટ, ટ્રાન્સફર સ્ટેશન બનાવવાનું કામ આમ ૨૦૨૩-૨૪ માટે કુલ રૂ।. ૬૪૨ કરોડના કામોનું આયોજન હાય કરવામાં આવેલ છે.

* આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, રક્ષાબંધન અને ભાઈબીજના દિવસે સીટી બસમાં મુસાફરી કરનાર મહિલાઓને ફ્રી મુસાફરી, રંગમતી-નાગમતી નદીમાં થયેલ દબાણો દુર કરી રીવર ફ્રન્ટ બનાવવા અંગે આયોજન કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરવાની રહેશે. ડેવલોપ થતા વિસ્તારોમાં થાંભલાઓ ઉપર લાઈટો ફીટ કરવા અંગે ડેવલોપર્સ પાસેથી નવી લાઇટો ફીટ કરવા અંગે રકમ વસુલ લઇ મહાનગરપાલિકા આવી લાઇટો જાતે ફીટ કરશે. ૧૪૦૪ આવાસોને ડીમોલેશન કરી પીપીપીના ધોરણે રીડેવલોપમેન્ટ પોલીસી હેઠળ ડેવલોપ કરવા અંગે ધોરણસર આયોજન કરવું.

નવા બાંધકામોમાં સોલાર સીસ્ટમ અન્વયે ભરપાઇ કરવાના થતા ચાર્જીસમાં ૧% રીફંડ તેમજ જુના બાંધકામોમાં સોલાર ફીટ કરવામાં આવેલ હોય તેને પણ એક વખત પદ્મ રીબેટ આપવામાં આવશે. જે તે સોસાયટી દ્વારા પ્રાઇવેટ ધોરણે સફાઇ કરવામાં આવે છે અને કોર્પોરેશન દ્વારા સફાઇ કામદારની ગ્રાંટની રકમ ફાળવવામાં આવે છે. તે સફાઇ કામદાર દીઠ હવે રૂ. ૫,૦૦૦ ને બદલે આગામી વર્ષથી રૂ.  ૬૦૦૦ની ગ્રાંટની રકમ ફાળવવામાં આવશે. તે સોસાયટીઓને એક વ્હીલબરોઝ ફાળવવાનું રહેશે.

* શહેરમાં જુદી જુદી જગ્યાએ મહાનગરપાલિકાની આવેલ ખુલ્લી જગ્યાઓ પૈકી પસંદગીના સ્થળો નક્કી કરી તે જગ્યાએ ફેન્સીંગ કરી અને શહેરમાં રખડતા ઢોરોને દિવસ દરમ્યાન આવી જગ્યાએ સાચવવા અંગે વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. આ માટે પ્રથમ એક મોડલરૂપ સ્થળ પસંદ કરી આગળની કાર્યવાહી કરવી.

܀ હાપા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ એફ.પી. પ્લોટ નં. ૬૨ જેનું ૧૦૦ ચો.મી. ક્ષેત્રફળ થવા જાય છે તે આઉટ ડોર સ્ટેડીયમ તરીકે વિકસાવવા ડાર્યવાહી કરવી.

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કુલો પૈકી એક સ્કુલની પસંદગી કરી. ઇંગ્લીશ મીડીયમ શરૂ કરવા કાર્યવાહી કરવી.

વડીલ સુખાકારી યોજના : જામનગર શહેર સ્થિત દરેક આરોગ્ય કેન્દ્ર ના વિસ્તારમાં ૬૦ કે તેથી વધુ વયના લોકોનો એક ડેટા બેંક ઉભી કરવાની રહેશે. આ તમામ લોકોનો વર્ષમાં બે વખત મેડીકલ ચેકઅપ ફ્રી ઓફ ચાર્જ ક૨વાના રહેશે અને આ તમામ લોકોને ઘેર બેઠા જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની રહેશે.

*કોરોના કાળમાં શહેરીજનોને પડેલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી આરોગ્ય સેવાઓનો વ્યાપ વધા૨વાની રૂરિયાત રહેવા પામતી હોય આગામી વર્ષનાં તમામ આરોગ્ય કેન્દ્રના વિસ્તૃતિકરણ અને નવિનીકરણની કામગીરી હાથ ધરવાની રહેશે.

*પર્યાવરણની જાળવણી માટે આગામી વર્ષે શહેરમાં સમાવિષ્ટ તમામ મિલ્કત ધારકોને ફ઼ી માં રોપાઓનું વિતરન્ન કરવાનું રહેશે. જે અન્વયે શહેરીજનો આ રોપાઓનું વાવેતર, ઉછેર, સિંચન અને માવજત કરી જામનગર શહેરને રળિયામલ શહેર બનાવો.

* સર્વે નં. ૧૪૩૧ અને સર્વે નં. ૧૪૪૫ પૈડી ખુલ્લી જગ્યામાં આવેલ પ્લોટ જેનું ક્ષેત્રફળ ૨૭૦૦૦ ચો.મી. થવા જાય છે તે સમર્પણની સામે આવેલ પ્લોટ કેકેટ ગ્રાઉન્ડ તરીકે વિકાસવવા અંગે કાર્યવાહી કરવી.હાલે સુભાષ બ્રીજથી સાત સાત રસ્તા સુધી ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલુ છે. તેમજ લાલપુર બાયપાસ પાસે ઓવર બ્રીજનું કામ મંજુર કરવામાં આવેલ છે. જે ટુંક સમયમાં શરૂ થશે. ફાટક મુક્ત જામનગર અન્વયે હાપા પાસે રેલ્વે ઓવર બ્રીજનું કામ હાલે ચાલુ છે. તેમજ સમર્પણથી વિજયનગર જકાતનાકા સુધીના રોડ ઉપર રેલ્વે ઓવર બ્રીજનું કામ ટુંક સમયમાં શરૂ થશે.

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બજેટ ૨૦૨૩-૨૪

આગામી વર્ષ માટે મહાનગરપાલિકાના ફાળા પેટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મહાનગરપાલિકાના ફાળાની રકમ રૂ।. ૧૫ કરોડ અને શાળા ફર્નીચર, રીપેરીંગ, નબ-લાઇટ ફીટીંગ, ફાયર શેફ્ટી સાધનો વિગેરે માટે રૂા. ૧.૦૫ કરોડ મળી કુલ રૂા. ૧૬.૦૫ કરોડ ફાળવવામાં આવશે.

@ વી.એમ. મહેતા મ્યુની. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બજેટ

૨૦૨૩-૨૪ ના વર્ષ માટે મહાનગરપાલિકાના ફાળા પેટે રૂા. ૧૫ લાખનો સમાવેશ કરવામાં આવેલ છે. સ્ટે. કમિટી બજેટ મીટીંગ દરમ્યાન સબંધીત બજેટ જોગવાઇની ચર્ચા-વિચારણા દરમ્યાન થયેલા સુચનોનો સમાવેશ કરવામાં આવેલ છે. વહીવટી તંત્ર દ્વારા તેનો અમલ કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે. પ્રધાનમંત્રી,મુખ્યમંત્રી, કેબીનેટ મંત્રી તથા જામનગરના ધારાસભ્ય,સાંસદ, શહેરના બંને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરતા કટારીયાએ કહ્યું હતું કેમહાનગરપાલિકાને વિવિધ પ્રોજેક્ટો હેઠળ ગ્રાંટ ફાળવવામાં આવેલ છે તેમાં દિલથી સહયોગ  બદલ જામનગર મહાનગરપાલિકા પરિવાર વતી આભાર વ્યક્ત કરૂ છું.

NO COMMENTS