જામનગરમાં ઝડપાયેલ છ કરોડના ડ્રગસ મામલે પકડાયેલ કારખાનેદારને છ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. યોગ્ય સ્થળે ડિલિવરી બાદ આરોપીને અડધા કરોડની રકમ મળવાની હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ આ પ્રકરણ મુંબઈ સહિત દેશભરમાં લંબાયું હોવાનું સામે આવ્યું છે અને ડ્રગ્સ ની માત્રાનો આંક 120 કરોડ સુધી પહોંચ્યો છે.
જામનગર ખાતે તાજેતરમાં નેવી ઇન્ટરનેટન્સ અને નાર્કોટિક બ્યુરો દ્વારા સંયુક્ત દરોડો પાડી શરૂ સેક્સન રોડ પર આવેલ એમપી શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાંથી ભાસ્કર ભરતભાઈ નામના કારખાનેદારને પકડી પાડવામાં આવ્યો હતો. આ કારખાનેદાર પાસેથી 10.35 કિલોગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. રૂપિયા 6 કરોડની કિંમતના પ્રકરણમાં આરોપીને છ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.
રિમાન્ડ દરમિયાન ભાસ્કરની પૂછપરછમાં મહત્વની વિગતો સામે આવી છે. જેમાં ભાસ્કર આ જથ્થો મુંબઈથી બાય રોડ વાટે જામનગર લઈ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ખેપ બદલ તેમને રૂપિયા અડધા કરોડની રકમ મળવાની હોવાનું પણ સામે આવ્યું છે.
બીજી તરફ આ સમગ્ર રેકટ મુંબઈથી ઓપરેટ થયું હોવાની વિગતો સામે આવી છે જેને લઈને એજન્સીઓ દ્વારા મુંબઈ સુધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
જેમાં એર ઇન્ડિયાના પૂર્વ પાયલોટ ની પ્રસંગોની ખોલવા પામી હતી જુદી જુદી સુરક્ષા એજન્સીઓની તપાસમાં મુંબઈથી 120 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. અને પૂર્વ પાયલોટ સહિત છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.