જામનગર અપડેટ્સ: જામનગર જિલ્લામાં ગઈકાલે ઝાપટાઓથી માંડી ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છ તાલુકામાં સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકામાં નોંધાયો છે જ્યારે ગ્રામ્ય સ્તરની વાત કરવામાં આવે તો સૌથી વધારે વરસાદ લાલપુર તાલુકાના હરીપર ગામે 6 ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો છે. મોસમમાં વરસાદની વાત કરવામાં આવે તો છ તાલુકાઓ પૈકી સૌથી વધારે વરસાદ જોડિયા તાલુકામાં જ્યારે સૌથી ઓછો વરસાદ જામનગરમાં નોંધાયો છે.
જામનગર જિલ્લામાં રવિવારે મેઘરાજાએ તમામ તાલુકાઓમાં મેઘમહેર કરી છે, તાલુકા મથકની વાત કરવામાં આવે તો સૌથી વધારે વરસાદ જોડિયા તાલુકા મથકે સાડા ત્રણ ઇંચ ઉપરાંત નોંધાયો છે જ્યારે જામજોધપુર તાલુકા મથકે દોઢ ઇંચ અને જામનગર શહેરમાં એક ઇંચ ઉપરાંત વરસાદ થયો છે જ્યારે ધ્રોલમાં પણ એકાદ ઇંચ વરસાદ અને કાલાવડમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાના આંકડા છે જ્યારે લાલપુર તાલુકા મથકે ઝાપટા પડ્યા હતા.
જામનગર તાલુકા ની વાત કરવામાં આવે તો તાલુકાના મોટી ભલસાણ ગામે સવા પાંચ એ જ વરસાદ પડ્યો છે જ્યારે અલિયાબાડા માં એક જામવંથલીમાં દોઢ અને મોટી બાણુગર, દરેડમાં તથા ફલામાં અડધા ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો છે જ્યારે જોડિયા તાલુકાના બાલંભા ગામે ચાર ઇંચ, હડીયાણા ગામે દોઢ ઇંચ અને પીઠડમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ધોલ તાલુકાના ઝાલીયા દેવાણી ગામે અને લઇયારા ગામે એક એક ઇંચ વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યા છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના ખરેડી ભલસાણ બેરાજા અને મોટા પાંચ દેવડા ગામે એક એક ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે નવાગામમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. જ્યારે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા અને ધ્રાફામાં એક ઇંચ અને પરડવા ગામે દોઢ ઇંચ ઉપરાંત વરસાદ વરસ્ય છે જ્યારે ઘુનડા, જામવાળી, સમાણા ગામે અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર સાંભળી રહ્યા છે.
જ્યારે લાલપુર તાલુકાના સૌથી વધારે વરસાદ પડ્યો હતો જેમાં હરીપર ગામે 6 ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે જ્યારે પીપરટોડામાં અઢી ઇંચ અને મોટા ખડબા ગામે એક ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પડાણામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નોંધાયેલા આંકડા સામે આવ્યા છે. આ તમામ ગામડાઓ પૈકી મોસમનો સૌથી વધારે વરસાદ જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામે 36 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે લાલપુર તાલુકાના હરીપર ગામે 26 ઇંચ વરસાદ પડ્યો છે.