જામનગર અપડેટ્સ: જામનગર નજીકના વસઈ ગામના હાલ યુકે રહેતા એક આસામીની કરોડો રૂપિયાની કીમતની દસ વીઘા જમીન પર ધ્યાન કેન્દ્રિત કરી ચાર સખ્સોએ બોગસ દસ્તાવેજ ઉભા કરી ખોટા માલિક અને સાક્ષી બની જમીન બારોબાર વેચી મારી હોવાનું સામે આવ્યું છે. પોતાની જમીન પર પ્લોટીંગ પાડી પ્લોટ વેચવા કાઢ્યા હોવાની જાણ યુકેમાં થતા આસામીએ પ્રથમ મહેસુલ વિભાગમાં અરજી કરી જામનગર આવી વિધિવત ફરિયાદ દાખલ કરાવી છે.
જામનગર આસપાસ બિનવારસુ પડેલ મોટા ભાગની જમીન પર લાલચુ અને કૌભાંડિયા સખ્સોનો સતત ડોળો રહેતો હોય છે ત્યારે આવી જ એક જમીન બોગસ દસ્તાવેજ અને માલિક બની વેચી દેવામાં આવી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેની વિગત મુજબ જામનગરના અને હાલ યુકેમાં નોર્થવુડ ખાતે રહી બિજનેશ કરતા અમિત દામજીભાઈ શાહએ પોતાની સવઈ ગામે આવેલ ૧૦ વીઘા જમીનને બારોબાર વેચી દેવા સબંધિત ભગવાનજીભાઇ હંસરાજભાઇ ગોરી રહે,જામનગર તથા ખોટુ નામ ધારણ કરનાર અમિતભાઇ દામજીભાઇ શાહ રહે. ડી ફોર અર્ચના કો.હાઉસીંગ સો.સા. નં.પાંચસો ઓગણસાઇઠ ચાર કોપ બસ ડેપોની સામે સેક્ટર નં પાંચ મુબઇ મહારાષ્ટવાળા તથા નવીનભાઇ રામજી ગોરી રહે. છસો ઓગણપચાસ શીવમ ટેનામેન્ટ હીરજી મિસ્ત્રી રોડ જામનગર તથા યોગેશ કેશવજી શાહ રહે.મુલુંડ મુબઇ ભીવંડી અક્ષય પાર્ક કામાઘારવાળા સામે સિક્કા પોલીસ દફતરમાં ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૩૬(૨),૩૩૬(૩),૩૩૮,૩૩૯,૩૪૦(૨),૨૪૨,૬૧(૨)(એ) મુજબ ફરિયાદ નોંધાવી છે.
જેમાં આ તમામ આરોપીઓએ આરોપીઓએ ભેગા મળી યુનાઇટેડ કિંગ્ડમ મુકામે રહેતા અમિતભાઈની ખેતીની જમીન પચાવી પાડવાના ઇરાદે ગુનાહીત કાવતરૂ રચી, મોટી રકમનો આર્થિક ફાયદો મેળવવા સારૂ, ફરીયાદીના નામની ખોટી ઓળખ ઉભી કરી, તેમની કિમતી જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી, આ બનાવટી નામવાળા માણસને સબ રજીસ્ટ્રાર જામનગર બે ની કચેરીમા તા.૧૧ ૦૨ ૨૦૨૫ના રોજ રજુ કરી બનાવટી દસ્તાવેજને ખરા તરીકે રજુ કરી, ખોટી ઓળખ અને સાક્ષીઓ આપી દસ્તાવેજ નં.૧૬૮૧ ૨૦૨૫થી બોગસ અને બનાવટી રીતે દસ્તાવેજને રજીસ્ટર કરી લઇ, જમીનને રેવન્યુ રેકર્ડ પર આરોપી ભગવાનજીભાઇ ગોરીના નામે કરાવી લીધી હોવાનો આરોપ લગાવ્યો છે.
યુકેમાં રહેતા અમિતભાઈના લગ્ન વર્ષ ૧૯૯૭માં બ્રિટનનું નાગરિત્વ ધરવતા હસીનાબેન સાથે થયા હતા લગ્ન બાદ તેઓ પણ યુકે સ્થાઈ થઇ બિજનેશ શરુ કર્યો હતો. દમિયાન તેઓ વતન જામનગર આવતા જતા રહેતા હતા. વર્ષ ૨૦૦માં અમિતભાઈએ ખંભાલીયા હાઈ વે પર આવેલ વસઈ ગામના ખાતેદાર બહાદુરસિંહ ભુરૂભા જાડેજા પાસેથી દસ વીઘા જમીન ખરીદી હતી. આ સોદા બાદ તેઓ પરત યુકે ચાલ્યા ગાય હતા. દમીયાન તાજેતરમાં તેઓને જાણ થઇ હતી કે તેઓની જે જમીન છે તે જમીનની પ્લોટીંગ પ્રિન્ટ બજારમાં ફરતી થઇ છે અને પ્લોટનું વેચાણ શરુ થઇ ગયું છે. જેને લઈને અમિતભાઈએ યુકેથી જ મહેસુલ તંત્રને ઈમેઈલ કરી જમીન સબંધિત ફરિયાદ કરી હતી દરમિયાન જામનગર આવી તેઓ વિધિવત ફરિયાદ દાખલ કરી હતી. જેને લઈને સિક્કા પોલીસે તપાસ શરુ કરી છે.