જામનગર આહીર સમાજ દ્વારા આહિર સમાજના ચૂંટાયેલા ધારાસભ્યો નું બહુમાન કરવા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 25 મીના રોજ રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય ચાર ધારાસભ્યો તેમજ અમલ ફેડરેશનના વાઇસ ચેરમેનનું સન્માન કરવામાં આવશે.
જામનગર આહીર સમાજ દ્વારા નવનિર્વાચિત લોકપ્રતિનિધિઓનો સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 25 મીના રોજ સત્યમ કોલોની ખાતેના આહીર સમાજ ખાતે નવનિર્વાચિત લોક પ્રતિનિધિઓ- મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે યોજાનારા આ સમારોહના અધ્યક્ષ તરીકે આહિર અગ્રણી ભીખુભાઈ વારોતરીયા અને સમારોહના ઉદ્ઘાટક તરીકે લોક લાડીલા સાંસદ પૂનમબેન માડમ સ્થાન શોભાવશે.
જ્યારે સમારોહના સન્માનનીય મહાનુભવોમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળભાઈ બેરા, તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અંજારના ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગા, રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ અને જામજોધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઈ હૂંબલનું વિશેષ બહુમાન કરવામાં આવશે.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આહિર કન્યા છાત્રાલય જામનગરના પ્રમુખ મુળુભાઈ કંડોરીયા, પૂર્વ મંત્રી રણમલભાઈ વારોતરીયા, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઇ ગોરીયા, આહીર અગ્રણી ખીમાભાઈ ગોજીયા, ડાડુભાઈ ડેર, પ્રવીણભાઈ માડમ, હરદાસભાઇ ખવા, કરશનભાઈ કરમુર, આહિર વિદ્યાર્થી ભવનના પ્રમુખ વીએચ કરનારા, આહીર કન્યા છાત્રાલય ધ્રોલના પ્રમુખ ગીગાભાઈ રાઠોડ તેમજ આહિર અગ્રણી જીવણભાઈ કુંભારવાડીયા અને મેરામણભાઈ ભાટુ તથા અરવિંદભાઈ સોરઠીયા શોભાયમાન થશે.
આ શુભ પ્રસંગે ભરતભાઈ પુંજાભાઈ કરમુર, ભીખાભાઈ કેશુભાઈ બોદર, ડો. એમ. એસ. ડાંગર, વીરાભાઇ લગધીરભાઈ ચેતરીયા, ઉકાભાઇ ભોજાભાઇ ગોજીયા, કરશનભાઈ રાજશીભાઈ ડેર, હિતેશભાઈ જેસાભાઈ ગાગલીયા, કિશનભાઇ મારખીભાઈ ચંદ્રાવડીયા, વિજયભાઈ સુરાભાઈ ધ્રાંગુની વિશેષ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
આ કાર્યક્રમના નિમંત્રક-સલાહકાર સમિતિના ભીખુભાઈ વારોતરીયા, પ્રવીણભાઈ માડમ, હરદાસભાઇ ખવા, લખમણભાઇ બોદર, ખીમાભાઈ ગોજીયા, હમીરભાઇ નંદાણીયા, મુળુભાઈ કંડોરીયા, કરસનભાઈ કરમુર, ભરતભાઈ કરમુર, મારખીભાઈ વસરા મેરામણભાઈ ભાટુ તેમજ ટ્રસ્ટીઓ દેવશીભાઈ આલાભાઇ પોસ્તરિયા, રણમલભાઈ કાંબરીયા, કિશનભાઇ હમીરભાઈ માડમ, સંજયભાઈ જેસંગભાઈ મૈયડ, હરદાસભાઇ સોમાભાઈ કંડોરીયા, પરબતભાઈ પાલાભાઈ માડમ, વિજયભાઈ સુરાભાઈ ધ્રાંગુ, મહેશભાઈ મેરામણભાઇ નંદાણીયા, કાનાભાઈ આલાભાઇ કરંગીયા, ભરતભાઈ ખીમજીભાઇ કવાડ, રામસીભાઈ નારણભાઈ ગોરીયા, રામશીભાઈ ધરણાતભાઈ ચાવડા, નગાભાઈ વેજાણંદભાઈ નંદાણીયા, નારણભાઈ સોલંકી હિતેશભાઈ જેસાભાઈ ધાનાભાઈ રાજસીભાઈ લગારીયા, રમેશભાઈ કાનાભાઈ ડાંગર, હેમંતભાઈ નથુભાઈ જોગલ, રચનાબેન સંજયભાઈ નંદાણીયા, જ્યોતિબેન ડાડુભાઈ ભારવાડીયા હાજરી આપશે.
આ કાર્યક્રમના શુભેચ્છક તરીકે જામનગર આહિર વિદ્યાર્થી ભવન, ગુલાબ નગર, નંદનવન, રામેશ્વર નગર, શંકર ટેકરી, શોહમનગર, યાદવ નગર, નાઘેડી આહીર સમાજ તેમજ આહિર યુવા ગ્રુપ, આહિર કન્યા છાત્રાલય, આહીર કન્યાચારી મંડળ, યદુવંશી પરિવાર, આહીર મહિલા મંડળ જામનગર સાથે સમાજના ભાઈઓ બહેનો જોડાશે. આ કાર્યક્રમ બાદ સ્વરૂચી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.