હેપી બર્થ ડે દુર્રાની : કેમ પોસ્ટરો લાગ્યા ‘નો દુર્રાની, નો ટેસ્ટ ? જયારે કમાયેલ નાણા પરવીન બાબીના ફિલ્મમાં ખપી ગયા, જાણો અવનવી વાતો

0
703

જામનગર : ભારતમાં ક્રિકેટનું નામ આવે અને જામનગર યાદ ન આવે તેવું ન જ બને, છેક રાજવી રણજિતસિંહજીથી માડી રવીન્દ્ર જાડેજા સુધીના ખેલાડીઓ ક્રિકેટ વિશ્વમાં જામનગરનો ડંકો વગાડ્યો છે. આવા જ એક જામનગરના આક્રમક ખેલાડીએ ક્રિકેટ વિશ્વમાં પોતાની નામ કાઢ્યું પોતાના કૌશલ્યથી. એ છે જાજરમાન સલીમ દુર્રાની, આજે તેઓનો ૮૬મો જન્મ દિવસ છે. બે દિવસ પૂર્વે જ નાન્દુરસ્ત તબિયતની અફવાઓને લઈને ચર્ચામાં આવેલ સલીમજીને કુદરત  દીર્ઘાયુ બક્ષે, આજના પ્રાસંગિક દિવસે આવો જાણીએ આ જાજરમાન ખેલાડી વિષે અવનવી વાતો

ક્રિકેટ વિશ્વમાં એક એવું નામ જે ઓન ડીમાંડ સિક્સર પૂરી કરનાર એક માત્ર ક્રિકેટર, હાલ ડીવીલીયર્સને ક્રિકેટની દુનિયામાં ૩૬૦ ડીગ્રીની ઉપાધી આપવામાં આવે છે પણ ૮૦ થી ૯૦ના દાયકામાં એક એવો ખેલાડી મેદાન પર ઉતરતો જે પ્રેક્ષકોના ૩૬૦ ડીગ્રી ડીમાંડ પર તે જ દિશામાં સિક્સર લગાવતા, આક્રમકતાનો દોર દુર્રાનીથી શરુ થયો હતો.  

૧૧ ડીસેમ્બર, વર્ષ ૧૯૩૪માં અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલ અને ભારતને પોતીકો બનાવનાર સલીમ અજીજ દુર્રાનીએ ૧૯૫૬થી ક્રિકેટ રમવાની શરૂઆત કરી અને ૧૯૭૮ સુધી રાજસ્થાની ટીમ માટે ક્રિકેટ રમ્યા હતા. સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર અને લેફ્ટી બેસ્ટમેન તરીકે ક્રિકેટ કારકિર્દીમાં ઓલરાઉન્ડર તરીકે પ્રસ્થાપિત થયા,  માત્ર ત્રણ વર્ષની ઉમરમાં જ સલીમના પિતાએ અફઘાન છોડી હિન્દુસ્તાન આવી ગયા, બાદમાં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યાને પિતાએ પાકિસ્તાન ચાલ્યા ગયા, પરંતુ સલીમ સાહેબે હુન્દુસ્તાન પસંદ કર્યું, વર્ષ ૧૯૭૩માં સલીમ દુર્રાનીની ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ હતી. બ્લુ આંખો વાળો અને કોલર ઉંચો કરી આ ક્રિકેટર જયારે જયારે બેટ લઇ મેદાનમાં ઉતરતો ત્યારે ત્યારે પ્રેક્ષકો ઉત્સાહમાં આવી જતા, માનો ટેસ્ટ ક્રિકેટમાં નવો જોમ આવી જતો,

૧૯૬૦ થી ૧૯૭૩ સુધી ૨૯ ટેસ્ટ મેચમાં ૨૫.૦૪ એવરેજ સાથે ૧૨૦૨ રન બનાવ્યા, જેમાં એક સેન્ચુરીનો  સમાવેશ થાય છે. બેટિંગની સાથે સાથે ૭૫ વિકેટ પણ પ્રાપ્ત કરી હતી. ક્રિકેટના આકડા કરતા તે જાણીતા હતા સિક્સર માટે, એ પણ ઓન ડીમાંડ, ૧૯૭૩માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીજમાં સલીમને પડતા મુકવામાં આવ્યા ત્યારે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉભો થયો, ‘નો દુર્રાની નો ટેસ્ટ’ના પોસ્ટર લાગ્યા હતા.

આક્રમક ખેલાડીની સાથે જીગરજાન દોસ્તી માટે પણ સલીમ દુર્રાની જાણીતા છે. આજે પણ તેઓના જામનગર ખાતેનું નિવાસ્થાન મિત્રોની સોડમથી ચહેકતું જોવા મળે છે. સાથે સાથે ક્રિકેટ કારકિર્દી દરમિયાન દેશ-વિદેશમાં લાખો સર્મથકો-પ્રસંસકો મેળવ્યા, યુવાનીમાં આ મશહુર ક્રિકટરની નામ બોલીવુડની બે હિરોઈનો સાથે જોડાયું હતું.

બીજી તરફ બોલીવુડ સાથે વૈધાનિક રીતે ત્યારે નામ જોડાયું જયારે સલીમ દુર્રાનીએ ફિલ્મમાં પર્દાપણ કર્યું. સલીમ દુર્રાનીએ પરવીન બાબી સાથે ચરિત્ર અને એક માસુમ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. ક્રિકેટ વિશ્લેષક રેહાન ફઝ્લે બીબીસીને આપેલ ઈન્ટરવ્યુંમાં કહ્યું  હતું કે જે તે સમયે તેઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે રૂપિયા ૧૮ હજાર મળ્યા, બાબુ રામ ઇસારાના ડાયરેકર તરીકે ફિલ્મ કરી હતી. જેતે સમયે સાથી ક્રિકેટરોને પાર્ટી માંગી તો તે બોલ્યા, ૧૮ હજાર પરવીન બાબી પર ખર્ચ થઇ ગયો’

 દેશનો સર્વોચ્ચ્ય રમત એવોર્ડ એવો પ્રથમ અર્જુન એવોર્ડ પણ સલીમ દુર્રાનીને મળ્યો હતો. વર્ષ ૨૦૧૧માં બીસીસીઆઈએ દુર્રાનીને સી કે નાયડુ લાઈફટાઈમ એચીવ્મેંટ એવોર્ડ પણ આપ્યો છે. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ પિતા અજીજ દુર્રાની પાકિસ્તાન ચાલ્યા ગયા અને કરાચીમાં ક્રિકેટ કોચ તરીકે સેવા આપી, આ ઉપરાંત અજીજ દુર્રાનીએ વર્ષ ૧૯૩૪માં અનોફીશ્યલ ટેસ્ટ મેચ પણ રમ્યા હતા. લોહીમાં જ ક્રિકેટના ગુણ પ્રાપ્ત કરનાર સલીમ દુર્રાની હાલ જામનગરમાં સ્થાઈ થયા છે. હાલ જામનગરમાં નીર્વૃત જીવન પસાર કરતા દુર્રાનીની તબિયતને લઈને અફવાઓનો દોર શરુ થયો હતો પરંતુ દુર્રાનીએ સોશિયલ મીડિયામાં તંદુરસ્તી અંગેની પોસ્ટ મૂકી ચાહકોની  દુઆ માંગી હતી.

NO COMMENTS