દ્વારકા: નગરપાલિકા પૂર્વ પ્રમુખ સંચાલિત ચાલતા જુગાર પર પોલીસની રેડ

0
2355

દેવભૂમિ દ્વારકા devbhumi dwarka જીલ્લાના દ્વારકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીતેસભા માણેક સંચાલિત હાઈપ્રોફાઈલ જુગાર કલબ પર એલસીબીએ તરાપ મારી પૂર્વ પ્રમુખ સહીતના સખ્સોને ત્રણ લાખની રોકડ સહીત સવા દસ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. એલસીબીએ નપાના પૂર્વ પ્રમુખ સહિતના સખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જો કે ભાજપના જ સ્થાનિક નેતાના ઘરે પોલીસની રેઇડ બાદ રાજકીય ભલામણોનો દોર શરુ થયો હતો. પરંતુ પોલીસે હાથ ઉપર રાખી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દેવભૂમિ દ્વારકા dwarka જીલ્લાના યાત્રાધામ દ્વારકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીતેશભા માણેક તેમના ટીવી સ્ટેશન વિસ્તારમાં આવેલ શિવ વિલા નામના બંગલામાં જુગાર રસિકોને બોલાવી હાઈ પ્રોફાઈલ જુગાર રમાડી રહ્યા હોવાની એલસીબી પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે dwarka LCB એલસીબીએ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે પૂર્વ પ્રમુખ જીતેશભા ઉર્ફે જીતુભા મેપાભા માણેક, ખંભાલીયા khambhaliya ગુલાબનગર વિસ્તારમાં રહેતા રાજાભાઈ ઉર્ફે કાનો વેજાનંદ જોગાણી, કલ્યાપુરના ભોગાત ગામના મંગળસિંહ ઉર્ફે હકુભા ભૂપતસિંહ વાઢેર, નગાભાઇ ગગુભાઈ ગઢવી તીન પતિનો જુગાર રમતા આબાદ પકડાયા હતા. આ દરોડા દરમિયાન ખંભાલીયાના દુલાભાઈ લુણા ગઢવી નામનો સખ્સ ફરાર થઇ ગયો હતો. પોલીસે ચારેય સખ્સોના કબજામાંથી રૂપિયા ત્રણ લાખની રોકડ, મોબાઈલ, એક કાર સહીત રૂપિયા ૧૦.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના સખ્સોની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી ચારની ધરપકડ કરી હતી.

ભાજપના જ કાર્યકર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ઘરે પોલીસની રેડના પગલે પોલીસ પર રાજકીય ભલામણોનો મારો શરુ થયો હતો. જો કે પોલીસે ભલામણોને કોરાણે મૂકી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ પ્રમુખને સ્થાનિક જુથવાદ નડી ગયો છે. તો બીજી તરફ પૂર્વ પ્રમુખની સામેના ગ્રુપ દ્વારા જ સ્થાનિક પોલીસને બાદ કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓને સીધી બાતમી આપવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

NO COMMENTS