દ્વારકા: નામચીન વ્યાજખોર સામે વધુ એક ફરિયાદ, આવી રીતે કરતો હતો વ્યાજનો ધંધો

2
3714

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે રહેતા નામચીન વ્યાજખોર સખ્સ સામે વ્યાજખોરીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એક આસામીને આપેલ ૩૦ હજારની મૂડી સામે બાકી રહેતી ૫૬ હજાર જેટલુ વ્યાજ-મુદ્દલ વસુલવા માટે આરોપીએ ધાકધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

ખાભાલીયા ખાતે બેઠક રોડ પર ઓફીસ ધરાવતા દલુભાઇ રામદેભાઇ કારીયા નામના સખ્સે મજુરી કામ કરતા હુશેનભાઇ મામદભાઇ ગજણ નામના સખ્સને વર્ષ ૨૦૨૧માં ૩૦ હજાર રૂપિયા પાંચ ટકાના દરે વ્યાજે આપ્યા હતા.
કોરા રજીસ્ટરમાં હુસેનભાઈની સહી કરાવી અને બે કોરા ચેક લઇ તેમાં પણ આસામીની સહી કરાવી લીધી હતી. એક દિવસના ૬૦૦ રૂપિયાનું વ્યાજ ૨૯ દિવસ સુધી ચૂકવ્યા બાદ હુસેનભાઈની આર્થીક સ્થિતિ રૂપિયા આપી શકાય એવી ના રહેતા તેઓ વ્યાજ-મુદ્દલ ચૂકતે કરવામાં નિષ્ફળ રહ્યા હતા. એક માસ સુધી ૧૭૫૦૦ રૂપિયા ચૂકતે કર્યા બાદ રૂપિયાના અભાવે આસામી હુસેનભાઈ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન આરોપીએ વ્યાજ સહિત રૂ.૫૬,૦૦૦ની રકમ બાકી હોવાનું જણાવી આ રકમ બળજબરીથી કઢાવી લેવાના ઇરાદે સતત ધાક ધમકીઓ આપતા હતા. જેની સામે હુસેનભાઈએ આરોપીને રૂપીયા આપવાની ના કહેતા આરોપીએ પોતાની પાસે રહેલ હુસેનભાઈની સહી વાળા કોરા ચેકમાં રૂ.૪,૧૦,૦૦૦ જેટલી મોટી રકમ ખોટી રીતે ભરી, બેંકમાં ચેક બાઉન્સ કરાવી, હુસેનભાઈ સામે કોર્ટમાં ફરીયાદ કરી હતી. આમ છતાં પણ વધુ રોકડ રકમની માંગણી કરી, રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી નાણા ધિરધારના લાઇસન્સના નિયમ વિરૂધ્ધ ઉંચુ વ્યાજ વસુલ કરી આરોપીએ ત્રાસ ગુજારતા હુસેનભાઈએ આરોપી સામે ખંભાલીયા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી  હતી.

2 COMMENTS