ધ્રોલ: બાઈક પર આવેલ બે સખ્સો પાંચ વર્ષની બાળકીને ઉઠાવી ગયા

0
520

જામનગર અપડેટ્સ: ધ્રોલ તાલુકા મથકે વાડી વિસ્તારમાં એક વાડીમાં મજુરી કામ કરતા શ્રમિક પરિવારની માસુમ બાળકીનું બાજુની વાડીમા મજુરી કામ કરતા બે સખ્સો બાઈકમાં આવી અપહરણ કરી જ્ઞાની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઈ છે. બાઈકમાં બાળકીને વચ્ચે ગોંધી અપહરણ કરી નાશી જતા બંને સખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે બંને સખ્સો સામે ફરિયાદ નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં વાડી વિસ્તારમાં ગરેડીયા રોડ પર રહેતા અને ખેત મજૂરી કામ કરતા માંગુભાઈ સુંદરિયાભાઈ પચાયા નામના ૪૫ વર્ષના પરપ્રાંતિય આદિવાસી શ્રમિક યુવાને પોતાની પાંચ વર્ષની માસુમ પુત્રી તારીકા નું અપહરણ કરી જવા અંગે પાડોશમાં જ વાડીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કાજુ હટુ બૂંદેલીયા અને તેના સાથેના અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી પોતાની વાડીની ઓરડીમાં પત્ની સાથે ભોજન કરી રહ્યા હતા, જે દરમિયાન બહારના ભાગમાં રમી રહેલી તેની પાંચ વર્ષથી પુત્રીનું બાજુમાં જ વાળી માં કામ કરતો કાજુ હટુ બુદેલીયા મોટર સાયકલમાં બેસાડી અને સાથે ભાગી છૂટ્યો હતો , જેથી ધ્રોળ પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં ધ્રોળના પીઆઇ એચ વી રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે તેઓએ ગુમથનાર બાળકી અને તેને અપહરણ કરીને સક્ષોની શોધખોળ ચલાવાઈ રહી છે.

પાંચ વર્ષની માસુમ બાળકીને ડબલ સવારી બાઈકમાં બે શખ્સો ઉઠાવી ગયા હતા, જે અંગે ધ્રોલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જે બંને આરોપીઓ બાઈક પર બાળકી ને વચ્ચે બેસાડી ને ઉઠાવી જઈ રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, ગ્રામ જનોએ આ ફૂટેજ વાયરલ કર્યા છે, જે ફૂટેજના આધારે પોલીસ બંનેને શોધી રહી છે.

NO COMMENTS