About Us

એક્વીસમી સદી એ ડીજીટલ કિતાબ છે. એમ હોલીવુડની એક મુવીમાં કહેવાયું છે. પણ અમે કહીએ છીએ એકવીસમી સદીએ ડીજીટલ મીડિયાની મહા નોવેલ છે, એક ઈલેક્ટ્રોનિક સશક્ત માધ્યમ છે. આજના ડીજીટલ યુગમાં જેમ જેમ ટેકનોલોજી વિકસિત થઇ છે તેમ તેમ નવા આયામો સર થયા છે. નારદજીથી માંડી ઘોસેસ્વાર દૂત અને કબુતરની ચિઠ્ઠીથી માંડી કલમના કસબ સુધીનો યુગ આપણે વિતાવી ચુક્યા છીએ, જેમ જેમ ટેકનોલોજીનો વ્યાપ વધ્યો તેમ તેમ મીડિયા સાથે ટેકનોલોજી ભળી ગઈ, એકબીજાના પર્યાય બની ગયા, આજે ટેકનોલોજીએ સંચાર માધ્યમ અને વાચક કે શ્રોતા વચ્ચે સીધો સંબંધ ઉભો કર્યો છે. આજનું પત્રકારત્વ ટેકનોલોજી વગર અધૂરું છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. વર્તમાન સમયમાં પ્રિન્ટ મીડિયા અમુક મર્યાદાઓ પાર કરી શક્યું નથી, પરોક્ષ બાબતો પ્રિન્ટ મીડિયામાં ઘણી બાધાઓ-અંતરાયો ઉભા કરતું આવ્યું છે ત્યારે ડીજીટલ મીડિયાએ આ બાબતનો છેદ ઉડાવી દીધો છે. ડીજીટલ મીડિયા રૂપી પ્રસાર પ્રચાર માધ્યમોની સીમા ત્વીરિત વાચકો અને રીડરો સુધી પહોચી છે. આજ જ ટેકનોલોજી અને ડિજિટલાઈજેશનના કારણે કમ્પ્યુટર-મોબાઈલની ક્લીક સુધી પત્રકારત્વ પહોચ્યું છે. એમ કહી સકાય કે ડીજીટલ સ્વરૂપ ભળતા જ પત્રકારત્વનો દશેય દિશાઓમાં વિકાસ થયો છે, ડિજિટલ યુગમાં થતું સત્યાનવેષી પત્રકારત્વ દેશ અને સમાજ માટે હિતકારી છે. આ ફોરમેટ દ્વારા સમાજને નવી દિશા મળી છે.

ડીજીટલ મીડિયાએ આજના સમયની માંગ છે. એકદમ ટાઈટ સીડ્યુલમાં સમયની મહામારીથી આજનો નાગરિક પીડાઈ રહ્યો છે. ત્યારે મીડિયાનું ડીજીટલ ફોરમેટ આ વ્યસ્ત જીવનમાં વ્યક્તિ અને સંચાર માધ્યમ વચ્ચેની કડી પુરવાર થઇ છે. બદલાતા પ્રવાહો વચ્ચે વૈશ્વિક વિકાસમાં પત્રકારત્વનું અમૂલ્ય યોગદાન રહેલું છે. ઔદ્યોગિક ક્રાંતિ કરતા પણ અનેકગણી ક્રાંતિ એ આજના સમયની ડિજિટલ ક્રાંતિ છે. સમયાંતરે આ ક્રાંતિએ પોતાની તાકાત પુરવાર કરીને પત્રકારત્વના ક્ષેત્રને સતત મજબુત અને બળવાન બનાવી રહ્યું છે. આવા સમયે મીડિયા સમક્ષ ઉદ્ભવતા પડકારોની સામે લડીને યોગ્ય રસ્તો પણ આ માધ્યમ થકી જ મળી રહે છે. જેને લઈને અમે આપણી સમક્ષ અમારું ડીજીટલ માધ્યમ લઇને આવ્યા છીએ.

મીડિયા પર લોકોને વિશેષ વિશ્વાસ રહ્યો છે. ત્યારે આ જ વિશ્વના પાયા પર અમે ખરા ઉતરીશું એ ચોક્કસ વચન આપીએ છીએ. હાલ અમારું ધ્યાન માત્ર સ્થાનિક પુરતું મર્યાદીત છે. હાલારના બંને જીલ્લાઓની જરૂરીયાત મુજબનું ડીજીટલ ફોરમેટ આપવા અમે કટિબદ્ધ છીએ, કપરા સમય અને સંજોગોમાં પણ અમે તમારો વિસ્વાસ કાયમ રાખીસુ. કોઈ પણ સમાચારને પૂર્વગ્રહ રાખ્યા વિના જ એક જ અરીસા રૂપે તમારી સમક્ષ રાખીશું. હમેશા હકારાત્મક પત્રકારત્વ થકી લોકોના પડખે ઉભા રહેવા અને પત્રકારત્વ થકી તંદુરસ્ત સમાજ અને લોકશાહીનું સતત જતન એ અમારો ધ્યેય છે. પત્રકારત્વની આચારસહિતાને જ પ્રાધાન્ય આપી તંદુરસ્ત સમાજ સમક્ષ અમે આવીએ છીએ, આશા છે અમારું આ નાનું બીજ આપના અપાર સિંચન થકી વટવૃક્ષ બનશે.